વર્ષ 2021 માં આ ગ્રહો થશે વક્રી, જાણો કેવી રહેશે તેની અસર

જ્યોતિષ

ગ્રહોનું વક્રી થવુ એટલે કે ઉલ્ટી દિશામાં ચાલવાનો મતલબ છે તેનો પ્રભાવ તમામ રાશિઓ પર થાય છે. ગ્રહો ની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલ ના કારણે દરેક વ્યક્તિ ના જીવન માં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો ની સ્થિતિ માં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવન માં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.

જો કે ખરા અર્થમાં કોઈ પણ ગ્રહ ક્યારેય પાછળની તરફ ચાલતો નથી આ માત્ર એક ભ્રમ છે. ખરા અર્થમાં પૃથ્વીથી ગ્રહની દુરી એ ગ્રહની પોતાની ગતિના અંતરના કારણે ગ્રહો ઉલ્ટુ ચાલતા હોય તેવુ પ્રતીત થાય છે. સૂર્ય અને ચંદ્રમાં એવા બે ગ્રહો છે જે ક્યારેય વક્રી થતા નથી. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી ચાલ ચાલે છે. વર્ષ 2021 માં પાંચ ગ્રહ એવા છે જે વક્રી થશે. આ પાંચ ગ્રહ એટલે મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર અને શનિ છે.

મંગળ : 10 સપ્ટેમ્બર 2021 શુક્રવારના દિવસે સવારે 3.52 કલાકે મંગળ થશે વક્રી
તો નવેમ્બર 14 2021 ની સવારે 6.04 કલાકે થશે માર્ગી.

બુધ : ફેબ્રુઆરી 17, 2021 બુધવાર સવારે 6.23 કલાકે બુધ થશે વક્રી
માર્ચ 10 2021 ની સવારે 09.18 કલાકે થશે માર્ગી.

જૂન 18, 2021 શુક્રવાર સવારે 10.29 કલાકે બુધ થશે વક્રી
જુલાઈ 12 2021 સોમવારે બપોરે 01.56 કલાકે થશે માર્ગી.

ઓક્ટોબર 14, 2021 ગુરુવારે સવારે 06.34 કલાકે બુધ થશે વક્રી
નવેમ્બર 3, 2021 બુધવારે રાત્રે 11.19 કલાકે થશે માર્ગી.

બૃહસ્પતિ : મે 14, 2021 શુક્રવારે રાત્રે 08.01 કલાકે બૃહસ્પતિ થશે વક્રી
સપ્ટેમ્બર 13, 2021 સોમવારે સવારે 06.11 કલાકે થશે માર્ગી.

શુક્ર : મે 13, 2021 ગુરુવારે બપોરે 12.14 કલાકે શુક્ર થશે વક્રી
જૂન 25, 2021 શુક્રવારે બપોરે 12.17 કલાકે થશે માર્ગી.

શનિ : મે 11, 2021 મંગળવારે સવારે 09.39 કલાકે શનિ થશે વક્રી
સપ્ટેમ્બર 29, 2021 બુધવારે સવારે 10.40 કલાકે થશે માર્ગી.

પ્રભાવ : કોઈ પણ વક્રી ગ્રહનો પ્રભાવ રાશિ પર તેની ઉચ્ચ રાશિમાં સારૂ ફળ આપે છે જ્યારે નીચ રાશિમાં અશુભ ફળ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *