જાણો કેવી રીતે દર્શાવે છે હાથની ટચલી આંગળી આપણું ભવિષ્ય

જ્યોતિષ

હસ્તરેખા જ્યોતિષમાં સૌથી નાની આંગળીની લંબાઈને જોઈને તમારા વિશે ઘણીબધી બાબતોની માહિતી મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિનો પોતાનો હાથ એ તેના જીવનનો અરીસો હોય છે. હાથ અને ખાસ કરીને પંજો એ વ્યક્તિના જીવનની અનેક ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો સંઘરાયેલી હોય છે. હાથની આંગળીઓનો પણ જીવનમાં વિશેષ પ્રભાવ જોવા મળે છે.તમારી આ સૌથી નાની આંગળી તમારા સ્વભાવના અનેક રહસ્યો ખોલી નાંખે છે. જે લોકોની નાની આંગળી સુંદર હોય, લાંબી હોય, અને દેખાવમાં આકર્ષક હોય તે લોકો બીજાને સહેલાયથી પ્રભાવિત કરી શકે છે. જે લોકોની નાની આંગળી સામાન્ય લંબાઈથી થોડી નાની હોય તે વ્યક્તિ દરેક કામ ઉતાવળમાં કરે છે.

हाथ की ये उंगली है लम्बी तो किस्मत बदलते देर नही लगती,उंगलियों से जाने भविष्य

આ લોકોમાં સમજદારીનું પ્રમાણ ઓછું હોય છે. આપણાં હાથની રેખાઓ આપણાં જીવન વિશે ઘણું કહેતી હોય છે. આપણી આંગળીઓ પણ આપણા સ્વભાવ વિશે ઘણું કહેતી હોય છે. તેમાય આપણી ટચલી આંગળી તો સૌથી કમાલની હોય છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે ટચલી(તર્જની) આંગળી જીવનના રહસ્યો ખોલે છે. તેની લંબાઈ અને બનાવટ પરથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે.

उंगलियों की बनावट से जानें किस महिला का कैसा है व्यव्हार

જે લોકોની તર્જની આંગળી આગળની તરફ ઝુકતી હોય, તે એક શક્તિશાળી મગજ ધરાવતા હોય છે. જો કોઈની સૌથી નાની આંગળી તર્જની એ તેમની અનામિકા આંગળીથી દૂર હોય, તો તેવી વ્યક્તિ પોતાનું કાર્ય પૂરી આઝાદીથી કરવાનું પસંદ કરે છે. તે મુક્ત વિચારસરણી ધરાવતા હોય છે. જે લોકોની નાની આંગળી અને અનામિકા આંગળી બંને લંબાઈમાં બરાબર હોય તે લોકોની રાજનીતિમાં ખાસ રસ ધરાવતા હોય છે. આ લોકો એક સારા રાજનૈતિજ્ઞ હોઈ શકે છે. જેની સૌથી નાની આંગળી અનામિકા આંગળીની તરફ ઝુકતી હોય તેવી જોવા મળે તો તે વ્યક્તિઓ એક સારા બિઝનેસમેન સાબિત થઈ શકે છે.

Palm Reading And The Index Finger - हाथ की एक उंगली बताती है, कब बदलेगी किस्मत, कब होगी पैसों की बारिश | Patrika News

કેટલાંક લોકોની નાની આંગળી વધું પડતી લાંબી હોય છે. આવા લોકો વધું પડતાં ચાલાક હોય છે. આવા લોકો પોતાનું કાર્ય અન્ય સરખામણીમાં વધું ચતુરાઈપૂર્વક કરતાં હોય છે. જો કોઈની નાની આંગળીનો આગળનો ભાગ વધારે લાંબો હોય તો આવા લોકો વાતોડિયા હોય છે. તેમને ગોસિપ વધું ગમે છે. જો નાની આંગળીમાં બે વેઢાં વચ્ચેનો મધ્ય ભાગ લાંબો હોય તો આવા લોકો અતિ ચપળ હોય છે. જો નાની આંગળીનો હથેળીથી ઉપરનો વેઢાનો અંતિમ ભાગ વધું લાંબો હોય તો આવી વ્યક્તિને ખર્ચાળ માનવામાં આવે છે. તેઓ ખરીદીના મામલે બહું જ ઝડપી નિર્ણયો લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *