જાણો સુભદ્રા અને અર્જુનના લગ્નની કહાની, શ્રી કૃષ્ણ એ આપી હતી અનુમતિ

જાણવા જેવું

કૃષ્ણ અને તેના મોટા ભાઈ તેમજ તેની બહેન સુભદ્રા વિશે તો આપને સૌ જાણીએ જ છીએ, આજે અમે જણાવીશું કે કૃષ્ણની બહેન સુભદ્રા શા માટે લગ્ન મંડપમાંથી ભાગી ગઈ હતી અને શું હતું તેનું કારણ ચાલો જાણીએ. એક સમયની વાત છે અર્જુન શિવ મંદિરમાં બેસીને વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક મહિલાને ખુબજ વિલાપ કરતી જોઈ, અને અર્જુન તરત જ એ મહિલાની પાસે પહોચ્યા અને તેના વિલાપ કરવાનું કારણ પૂછ્યું તો એ મહિલાએ જણાવ્યું કે એ શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા છે, અને તેના મોટા ભાઈ બલરામ તેના લગ્ન દુર્યોધન સાથે કરવા માંગે છે જે મને બિલકુલ પસંદ નથી. સુભદ્રાએ અર્જુનને કહ્યું કે તે દુર્યોધનને બિલકુલ પસંદ નથી કરતી અને તે નાનપણથી માત્ર અર્જુનને પ્રેમ કરે છે.

Mahabharat - Watch Episode 4 - Arjun and Subhadra get married on Disney+  Hotstar

સુભદ્રાએ આજ પહેલા અર્જુનને ક્યારેય જોયા ના હતા, અને તેથી સુભદ્રાએ અર્જુનને અજાણતા બધું જ કહી દીધું. અને એ પણ કહ્યું કે તે અર્જુન સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે અને તેથી તે લગ્ન મંડપ છોડીને ચાલી આવી છે. અને ત્યારે અર્જુને સુભદ્રાને ઓળખી અને તેને બધુજ સાચું કહી દીધું કે એ જ અર્જુન છે. થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવે છે અને અર્જુન-સુભદ્રાને લગ્નની અનુમતિ આપે છે. અને એ બંનેના લગ્ન એ જ શિવ મંદિરમાં થાય છે. અર્હુનના સુભદ્રા સાથેનાં લગ્નનો કૃષ્ણનો નિર્ણય સુભદ્રાના, પોતાના કે યાદવોના હિતને લક્ષમાં લઇ કરાયો ન હતો, અર્જુનના હિતને લક્ષમાં લઇને કરાયો હતો,યાદવો, ખુદ બળરામ પણ અર્જુને સુભદ્રાનું હરણ કર્યું તેનો વિરોધ કરતા હતા.પણ કૃષ્ણે કેવળ અર્જુનના કલ્યાણ માટે આ યોજનામાં સાથ આપ્યો હતો.

Shri Krishna 2 August Episode 92 : जब अर्जुन कर लेता है सुभद्रा का हरण,  भड़क जाते हैं बलराम

આ પ્રસંગ પણ યાદ કરવા જેવો છે. અર્જુન સુભદ્રાને લઇ સુવર્ણરથ પર પોતાના નગરની દિશામાં જવા લાગ્યો ત્યારે સૈનિકો ચીસો પાડતા દ્વારકા નગર તરફ દોડ્યા.ત્યાંની ‘દેવસભા જેવી રાજસભા’માં આ કહી સંભળાવ્યું. મહારથી અને પુરુષવ્યાઘ્ર જેવા વૃષ્ણિ અને અંધક વંશના નેતાઓ ઝટપટ સિંહાસનો પરથી ઊભા થઇ ગયા; અને અર્જુને કરેલા હરણની વાત સાંભળીને કોઇકે કહ્યું: ‘લડાઇની તૈયારી કરો.’ કોઇએ શરાસન તથા કવચ મંગાવ્યાં. કોઇએ સારથિને રથ તૈયાર કરવા કહ્યું. રથ, કવચ, ધ્વજા ઇત્યાદિ લાવવા માટે દોડાદોડ મચી ગઇ.પણ એ વખતે બળરામે કહ્યું: ’તમે સૌ દોડાદોડ કરો છો, પણ પહેલાં કૃષ્ણને તો પૂછો કે એને શું કહેવું છે?’ અને પછી કૃષ્ણને બળરામ પોતાનો મત તો સાફસાફ કહે છે :
કથં હિ શિરસો મધ્યે પદં તેન કૃતં મમ,
મર્ષયિષ્યામિ ગોવિન્દ પાદસ્પર્શમિવોરગઃ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *