શું તમે જાણો છો શા માટે શિવજીને ખુબજ પ્રિય છે રુદ્રાક્ષ? ચાલો જાણીએ કોણ અને કેવીરીતે ધારણ કરી શકે રુદ્રાક્ષ..

જાણવા જેવું

રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ મનાય છે. અને તેને ધારણ કરવાથી જીવનમાં રહેલી પીડાઓ દૂર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષ વિષે કહ્યું છે કે, ભગવાન શિવની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે, તે ખૂબ જ ખાસ હોય છે. આ રુદ્રાક્ષને ધારણ કરનારને માનસિક શાંતિ, શારીરિક સમસ્યામાં રાહત, ભાગ્યનો સાથ સહિતના લાભ થાય છે. રુદ્રાક્ષની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે.

Everything you need to know about Rudraksha - Tear of Lord Shiva

રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. તેના અલગ અલગના કારણે તેનો પ્રભાવ પણ અલગ અલગ હોય છે. જો આ અંગેની જાણકારીનો અભાવ હોય અને તમે કોઈ રુદ્રાક્ષ ધારણ કરી લો તો તેનાથી લાભ થવાને બદલી નુકસાન થઈ શકે છે. રુદ્રાક્ષ ધારણ કરનારે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જો યોગ્ય શક્તિવાળો રુદ્રાક્ષ યોગ્ય રીતે પહેરવામાં આવે તો તેનાથી થનાર લાભની કલ્પના પણ ન કરી શકાય.

Why does Lord Shiva Wear Rudraksha? – Spiritual Blogs of Neeta Singhal

રુદ્રાક્ષ પહેરાવાથી કેટલાંક દોષોનો નાશ થઈ જાય છે. રુદ્રાક્ષ શરીરમાં લોહીના ભ્રમણને કાબુમાં રાખે છે. રુદ્રાક્ષ પહેરવાથી મનને શાંત રાખવામાં મદદ મળે છે. સામાન્ય રીતે 5મુખી રુદ્રાક્ષ કોઈ પણ ધારણ કરી શકે છે. જ્યારે એક મુખી રુદ્રાક્ષ દુર્લભ છે. તે સિદ્ધ કરીને પહેરવાથી સર્વ પ્રકારે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. રુદ્રાક્ષના વૃક્ષ હિમાલય વિસ્તાર,આસામ અને ઉત્તરાખંડ રાજ્યના જંગલોમાં ખુબ મળી આવે છે. ભારત સિવાય તે નેપાળ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ મળી આવે છે અને આ દેશોમાંથી તેની નિકાસ કરવામાં આવે છે.

Rudraksha Benefits Science And Mythology : Rudraksha Lord Shiva, Shiv Puja,  Shiv Bhakti Shiv Purana | शिव को अतिप्रिय है यह वस्तु, सेहत ही नहीं धन और  मोक्ष के लिए भी फायदेमंद -

કોણ ધારણ કરી શકે રૂદ્રાક્ષ : બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસી સૌ કોઈ નિયમ પૂર્વક રૂદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ પહેરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તમામ આશ્રમ, વર્ણ, સ્ત્રીઓ અને પુરુષો રુદ્રાક્ષ ધારણ કરી શકે છે. રૂદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિએ ખાન-પાનમાં તામસિ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ.

शिवपुराण: जानिए मनोकामना पूर्ति के लिए किस अंग पर धारण करना चाहिए कितने '' रुद्राक्ष'' | Hari Bhoomi

કેવો રૂદ્રાક્ષ આપે ફળ? રૂદ્રાક્ષ નાનો હોય કે મોટો તે સમાન ફળ આપે છે. પરંતુ તેને ધારણ કરતાં પહેલા તેને સિદ્ધ અવશ્ય કરાવી લેવો. તેના માટે ઓમ નમ: શિવાય મંત્રના નિયત સંખ્યામાં જાપ કરવા અને ત્યાર બાદ હાથ અથવા ગળામાં તેને ધારણ કરવો. જો તે તુટેલો હોય કે પછી અડધા ભાગને જીવજંતુઓએ દૂષિત કરી દીધો હોય કે અન્ય કોઈ ખામી હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *