શું તમે જાણો છો ભગવાન શિવે શા માટે સુદામાંનો વધ કર્યો હતો? જાણો તેનું રહસ્ય

જાણવા જેવું

નમસ્તે દોસ્તો આજે અમે તમને શિવ ભગવાને સુદામાનો વધ કેમ કર્યો અને સુદામાના બીજા રૂપ વિશે જણાવીશું. ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામા તેમની મિત્રતાના કારણે શાસ્ત્રોમાં પ્રખ્યાત છે, શાંત તેમજ સરળ સ્વભાવના શ્રી કૃષ્ણના મનમાં તેમની અલગ છબી બનાવનાર સુદામાને લોકો આજે પણ તેમની મિત્રતાના રૂપમાં યાદ કરે છે, પરંતુ તેમનું રૂપ એવું પણ છે કે જેના કારણે ભગવાન શિવે તેમનો વધ કર્યો હતો.

આ સત્ય પર વિશ્વાસ કરવો કઠીન છે, પરંતુ ઇતિહાસના પન્ના ને ઉઠાવીને જોઈએ તો આ સત્ય જાણવા મળે છે. તો ચાલો જાણીએ કે સુદામાએ એવું તે શુ કર્યું હતું કે જેના કારણે મહાદેવને તેમનો વધ કરવો પડયો હતો. કથા મુજબ સ્વર્ગ માં પહોચ્યા પછી કૃષ્ણ અને સુદામા બંને વિરાજાને પ્રેમ કરવા લાગ્યા, પરંતુ વિરાજા કૃષ્ણ ને પ્રેમ કરતી હતી. એક દિવસ ત્યાં રાધાજી પ્રકટ થયા અને તેમણે જોયું કે કૃષ્ણ અને વિરાજા બને પ્રેમમાં તલ્લીન છે, એટલા માટે એમણે વિરાજાને શ્રાપ આપ્યો અને પૃથ્વી પર પહોચાડી દીધા. ત્યાર બાદ તેમણે અમુક કારણસર સુદામાને પણ શ્રાપ આપી દીધો.

મુત્યુ થયા પછી સુદામાનો જન્મ રાક્ષસરાજ દંભને ત્યાં શંખચુણના રૂપમાં થયો. તેમજ વિરાજાનો જન્મ ધર્મધ્વજને ત્યાં તુલસીના રૂપમાં થયો. માં તુલસીના વિવાહ પછી શંખચુણ તેમની સાથે તેમની રાજધાની ફરી પાછા આવ્યા. કહેવાય છે કે શંખચુણને ભગવાન બ્રહ્માનું વરદાન મળેલુ હતું અને શંખચુણની રક્ષા માટે તેમણે કવચ પણ આપેલુ હતું અને સાથે તે પણ કહ્યું હતું કે જયા સુધી તુલસી તમારા પર વિશ્વાસ કરશે ત્યાં સુધી તમને કોઈ નહી જીતી શકે, એ કારણે શંખચુણ ધીમે ધીમે ઘણા યુદ્ધ જીતી જીતીને ત્રણે લોકનો સ્વામી બની ગયો.

શંખચુણ ત્રણે લોકનો સ્વામી બની ગયો અને એમનો ત્રાસ વધવા લાગ્યો. એનાથી પરેશાન થઇને બધા દેવો શિવજી પાસે પહોચ્યા અને ભગવાન શિવે એના બંને પુત્ર કાર્તિકેય અને ગૌરી પુત્ર ગણેશને યુદ્ધ માટે મોકલ્યા, પરંતુ શંખચુણ પર ભગવાન બ્રહ્માનું વરદાન હતું એના લીધે એમને હરાવવો ખુબ જ મુશ્કિલ હતો. એટલા માટે ભગવાન વિષ્ણુ યુદ્ધ ના સમયે પ્રગટ થયા અને શંખચુણ નું રૂપ ધારણ કરીને એમની પત્ની તુલસીની પાસે પહોચ્યા અને ત્યાં જઈને તુલસીને એમણે ખુબ જ માન સન્માન સાથે જમાડ્યું, એના લીધે શંખચુણની પત્ની તુલસીનું પતિવ્રતા વ્રત નષ્ટ થઇ ગયું. આ રીતે ભગવાન શિવે શંખચુણ જે સુદામાનું બીજો જન્મ હતો એમનો અંત કરી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *