શું તમે જાણો છો દેવાધિદેવ મહાદેવ નું શિવલિંગ શા માટે હોય છે કાળા રંગનું, આ છે હકીકત..

આધ્યાત્મિક

શિવ નો અર્થ થાય છે કલ્યાણ કરનારા અને લિંગ નો અર્થ થાય છે બનાવનાર. તેથી શિવલિંગ પૂજામાં આપને આપના સંપૂર્ણ જગતના નિર્માતા સર્વ શક્તિમાન શિવની પૂજા કરે છે. શિવલિંગ ભગવાન શિવની નિરાકાર રૂપ ની મહિમા ને દર્શાવે છે. શિવ આદિ, અનાદી છે અને અંત પણ છે. સંપૂર્ણ જગતનો આધાર છે શિવ. સંપૂર્ણ બ્રહ્માંડ લિંગ રૂપમાં છે અને જલધારી પૃથ્વી છે. શબ્દોના ઘણા અર્થ છે. કોટી નો અર્થ પ્રકાર પણ થાય અને કરોડ પણ થાય છે. એવી જ રીતે લિંગ શબ્દ ના અર્થ પણ ઘણા બધા થાય છે. તેને શિવલિંગ ના સબંધમાં જનનાંગ ના લેવો જોઈએ.

Sabse Achcha Shivling Kaunsa Hota Hai Types Of Shivling - Sawan Somvar :  सबसे अच्छा माना जाता है इस स्वरूप का शिवलिंग | Patrika News

દેવાધિદેવ ભોળાનાથ મહાદેવની પૂજા અર્ચના એ હિંદૂ સંસ્કૃતિના પાયામાં છે. તમામ દેવોમાં શિવ વિશેષ પૂજનિય અને કલ્યાણકારી છે. કહેવાય છે કે ગમે તેટલી વિપરિત સ્થિતિ કેમ ન હોય જો જીવનમાં સતત ત્રણ વર્ષ શિવલિંગને માત્ર જળ ચડાવવામાં આવે તો પણ શિવ રિઝી જાય છે. વ્યક્તિનિ દશા અને દિશા બંને સુધરી જાય છે. શિવપૂજા અનંત સુખો આપનારી, સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ કરનારી છે. તેથી જ શિવને સૌથી ઉંચું સ્થાન મળેલું છે. વેદોએ પણ શિવપૂજાનો મહિમા ગાયો છે.

Shivling www.googleagra.com | Lord shiva, Maha shivaratri wishes, Shiva

પૃથ્વીના આરંભથી શિવની પૂજા થાય છે. શિવની પૂજા એ માત્ર આ જન્મને જ નથી સુધારતી, પણ ભવોભવ સુધારે છે. શિવ એ કોઈ પણ જાતના ભેદભાવ વગર, દેવ માનવ, દાનવ તમામને તેમની ભક્તિ અને પૂજા અનુસાર ફળ આપે છે. તેથી જ તો તે દેવાધિદેવ, મહાદેવ છે. શિવપુરાણ સાથે અનેક પ્રાચીન ગ્રંથોમાં શિવપૂજા વિશે જાણાવાયુ છે. તેમાં અનેક પ્રકારના શિવલિંગોની પૂજાનું અલગ-અલગ મહત્વ જણાવાયુ છે. તેમાંથી સૌથી પ્રભાવશાળી છે તે કાળા પથ્થરનું શિવલિંગ.

Shivling Carvings On Sandstone Found At Ram Janmabhoomi Site Temple Trust-  Inext Live

કાળા શિવલિંગનું રહસ્ય શિવલિંગમાં તમારા આસપાસની તમામ નકારાત્મક ઊર્જાને અવશોષિત કરવાની ક્ષમતા હોય છે. કોઈ રોગ તમારી નજીક નહિં આવે નકારાત્મક ઊર્જા જ તમામ બિમારીઓનું કારણ હોય છે. જો તમારે ધનનો અભાવ હોય તો તે પણ તમારી ઊર્જાને કારણે જ છે. જેથી કાળા પથ્થરના શિવલિંગની નજીક નિયમિત પૂજવાથી તમે ઊર્જાવાન બનશો, તમારી પાસે કોઈ રોગ નહિં આવે.

shivling in dream, shivling in dream means

શિવલિંગની મહિમા : શિવની પૂજા શિવલિંગ ના સ્વરૂપે વર્ષો થી થતી આવી છે. રામાયણ અને મહાભારત કાળ માં પણ શિવલિંગ પૂજા વિશે જણાવેલ છે શિવલિંગ માં ત્રીદેવો ની શક્તિ નિહિત છે. મૂળ માં બ્રહ્માજી, મધ્યમાં વિષ્ણુ અને ઉપર ભગવાન શંકર. જલધારી ના રૂપમાં શક્તિ. તેથી શિવલિંગ ની પૂજા થી દરેક દેવી દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. સમસ્ત દેવી દેવતાની પૂજા ની સમાન છે શિવ ના નિરાકાર શિવલિંગ ની પૂજા. શિવલીંગની પૂજા કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષ દરેકની પ્રાપ્તિ થાય છે. જયારે આ સંપૂર્ણ જગત નો નાશ થશે તો શિવલિંગ માં સમાઈ જશે અને પછી આ જ શિવલિંગ થી નવા સંસાર ની શરૂઆત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *