શનિના રાશિ પરિવર્તનને લઈને વિવિધ પંચાંગોમાં મતભેદ, જાણો કેવી રહેશે તેની અસર

જ્યોતિષ

આ વખતે 2020ની શરૂઆતના મહિનામાં જ શનિનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. પંચાંગમાં શનિદેવના રાશિ પરિવર્તનને લઈને મતભેદ છે. જેને લઈને કમ્પ્યુટરાઈઝ્ડ પંચાંગ પ્રમાણે 24 જાન્યુઆરીએ શનિ મકર રાશિમાં જશે. તો પારંપરિક પંચાગો પ્રમાણે મકર રાશિમાં શનિનું રાશિ પરિવર્તન 17 ફેબ્રુઆરીએ થશે. આ બંને તારીખોમાં 24 દિવસોનું અંતર આવી રહ્યું છે. પાશ્ચાત્ય જ્યોતિષ અને વૈદિક જ્યોતિષની ગણનાઓ અને પદ્ધતિના કારણે મતભેદ આવી રહ્યો છે.

પારંપરિક પંચાંગ વૈદિક જ્યોતિષના ગ્રંથો જેવા સૂર્યસિદ્ધાંત, મકરંદ સારિણી, ગ્રહલાઘવ અને કેતકી ગણિત પર આધારિત થાય છે. આધુનિક પંચાંગ નોટિકલ અલ્મનોક પર આધારિત હોય છે, પરંતુ તેને ભારતીય નિર્ણય પદ્ધતિ પ્રમાણે અનુકૂળ બનાવી દેવામાં આવે છે. જેનાથી ગ્રહોની ગોચર સ્થિતિ અને તેના રાશિ પરિવર્તનની તિથિઓમાં અંતર આવી જાય છે.

સામાન્ય રીતે લગભગ અઢી વર્ષમાં શનિ એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે અને લગભગ 30 વર્ષમાં 12 રાશિઓનું એક ચક્ર પૂરું કરે છે. દેશભરના કમ્પ્યુટરાઈઝ્ડ પંચાંગોમાં શનિનું રાશિ પરિવર્તન 24 જાન્યુઆરી 2020ના રોજ થશે તેવું જણાવ્યું છે, તો પારંપરિક પંચાંગ જે વારાણસી, ઉજ્જૈન, જબલપુર અને મહારાષ્ટ્રાની કેટલીક જગ્યાએથી પ્રકાશિત થતા હોય છે, તે પ્રમાણે શનિનું રાશિનું પરિવર્તન 17 ફેબ્રુઆરીએ થશે.

24 દિવસ સુધી અલગ-અલગ રાશિમાં રહેશે શનિ- બંને પ્રકારના પંચાંગોની ગણતરીમાં 24 દિવસોનું અંતર આવી રહ્યું છે. આ 24 દિવસોમાં જન્મ લેનારાં બાળકોની જન્મકુંડળીમાં શનિની સ્થિતિ અલગ-અલગ રહેવાથી ભવિષ્યફળ પણ અલગ-અલગ રહેશે. જે લોકો કમ્પ્યુટરાઈઝ્ડ કુંડળી બનાવશે તેમની કુંડળી 24 જાન્યુઆરીએ સવારેં 9-52 વાગ્યાથી શનિની સ્થિતિ મકર રાશિમાં રહેશે. તો પરંપરાગત આધારે નિર્મિત પંચાંગો પ્રમાણે બાળકોની કુંડળીમાં 24 દિવસ સુધી શનિની સ્થિતિ ધન રાશિમાં રહેશે. તેનાથી બંનેનું ભવિષ્યફળ પણ અલગ-અલગ જોવા મળશે.

સાડાસાતીનો પ્રભાવ રાશિ પ્રમાણે અલગ-અલગ રહેશે. 2020માં શનિના રાશિ બદલવાથી મિથુન અને તુલા રાશિના લોકો શનિની ઢૈય્યાના પ્રભાવમાં આવી જશે. તો વૃષભ અને કન્યા રાશિના લોકો શનિના અશુભ પ્રભાવોથી મુક્ત થઈ જશે. શનિના રાશિ બદલવાથી કુંભ રાશિવાળા લોકો પર શનિની સાડાસાતી શરૂ થઈ જશે તથા વૃશ્ચિક રાશિના લોકો સાડાસાતીથી મુક્ત થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *