અથર્વવેદમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે થઈ છે પૃથ્વીની ઉત્પતિ

જાણવા જેવું

વેદોમાં પૃથ્વીના ગુણગાન અને તેની પૂજા કરવામાં આવી છે. ઋગ્વેદ સિવાય અથર્વવેદના બારમા મંડળના ભૂમિ સૂક્તમાં પૃથ્વીની ઉત્પતિ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે બ્રહ્મા અને વિશ્વકર્મા વગેરે દેવતાઓને લીધે પૃથ્વી પ્રગટ થઈ હતી. આ સૂક્તમાં પૃથ્વીને માતા અને મનુષ્યને તેના સંતાન ગણાવ્યાં છે. આ સૂક્તના 63 મંત્રોમાં પૃથ્વીની વિશેષતા અને તેના પ્રત્યે મનુષ્યના કર્તવ્યોનો બોધ આપવામાં આવ્યો છે. જે પ્રકારે માતા પોતાના પુત્રોનું રક્ષણ કરવા માટે ભોજન પ્રદાન કરે છે, એ જ રીતે માતાનું રક્ષણ કરવું તે પણ પુત્રોનું જ કર્તવ્ય છે.

पृथ्वी की उत्पत्ति कैसे हुई है?

કેવી રીતે થઈ પૃથ્વીની ઉત્પતિ-

यामन्वैच्छद्धविषा विश्वकर्मान्तरर्णवे रजसि प्रविष्टाम् ।
भुजिष्यं पात्रं निहितं गुहा यदाविर्भोगे अभवन् मातृमद्भ्यः

અર્થ- જ્યારે વિશ્વકર્માએ અંતરિક્ષમાં હવન કર્યો ત્યારે પૃથ્વી અને તેમાં છુપાયેલાં ખાદ્ય પદાર્થ પ્રગટ થયાં. જેનાથી ધરતી પર રહેનાર લોકોનું પાલન પોષણ થઈ શકે.

અર્થાત્ ભગવાન વિશ્વકર્માએ જ્યારે લોકકલ્યાણની ભાવનાથી હવન કર્યો ત્યારે બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા પ્રગટ થયાં. બધા દેવતાઓમાંથી શક્તિનો અંશ બહાર નિકળ્યો અને એક શક્તિપુંજ બની ગયો. પછી એ શક્તિપુંજ ધરતીના રૂપમાં ફેરવાઈ ગયો. પૃથ્વીને ગણવામાં આવી છે પવિત્ર- વેદોમાં પૃથ્વીને પવિત્ર ગણવામાં આવી છે. શતપથ બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે દેવતા જે સોમરસનું સેવન કરતાં હતાં તે સોમલતા અર્થાત્ એક પ્રકારની દુર્લભ અને પવિત્ર ઔષધિ ધરતી પર જ ઊગતી હતી. અથર્વવેદમાં વર્ણન છે કે-

जीवन की उत्पत्ति,पृथ्वी की संरचना,पृथ्वी के जन्म की कहानी,History of earth - YouTube

यामश्विनावमिमातां विष्णुर्यस्यां विचक्रमे ।
इन्द्रो यां चक्र आत्मनेनमित्रां शचीपतिः ।
सा नो भूमिर्वि सृजतां माता पुत्राय मे पयः ॥१०॥

અર્થ- અશ્વિનીકુમારોએ જે ધરાનું માપન કર્યું, ભગવાન વિષ્ણુએ જેની પર પરાક્રમી કામ કર્યા અને ઈન્દ્ર દેવે જે શત્રુઓને મારીને પોતાના વશમાં કર્યાં. જે રીતે માતા પોતાના પુત્રને દુગ્ધપાન કરાવી મોટો કરે છે એ જ રીતે પૃથ્વી પણ માતા સમાન જ પોતાના સંતાનોને ખાદ્ય પદાર્થો પ્રદાન કરી પોષણ આપે છે.

પૃથ્વીની ઉંમર વધારવી તે આપણું કર્તવ્ય- વેદોમાં પૃથ્વીને માતા સમાન ગણવામાં આવી છે. એટલા માટે તેની સુરક્ષા કરવી તે આપણું કર્તવ્ય છે. ધરતીને પવિત્ર અને માતા માનીને આપણે તેમાંથી મળતાં ખાદ્ય પદાર્થોને વ્યર્થ ન જવાં દેવાં જોઈએ. પ્રદૂષણ અને ગંદકીને રોકવી જોઈએ અને પૃથ્વી પર વધુને વધુ વૃક્ષ અને છોડ વાવવાં જોઈએ.

पृथ्वी की उत्पत्ति के बारे में वैज्ञानिकों का नया दावा, उच्च फास्फोरस युक्त झीलों में पनपा होगा जीवन | chanakya.news

  • 1-આપણે વીજળી બચાવવી જોઈએ. તેનાથી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી બચી શકાય. આ સમસ્યાને કારણે પૃથ્વી પર પ્રાકૃતિક સંતુલન જળવાઈ રહે છે.
  • 2-પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્લાસ્ટિકને કારણે પૃથ્વી પર ગંદકી સતત વધતી રહે છે.
  • 3-કેમિકલ અને તેનાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ. કેમિકલથી પૃથ્વી પર પાણી, હવા અને માટી અર્થાત્ દરેક પ્રકારે પ્રદૂષણ ફેલાય છે. તેને રોકવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *