કુંડળીમાં નડતા ગ્રહોના દોષને દુર કરવા માટે કરો આ ચમત્કારી મંત્રોના જાપ

આધ્યાત્મિક

ગ્રહોની ચાલ નિરંતર બદલાયા કરે છે અને બદલતી ગ્રહો ની ચાલના કારણે દરેક વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી તેની અસર ૧૨ રાશીઓ પર પડે છે. દરેક લોકોના જીવનમાં ખુશીઓ ની સાથે સાથે ખરાબ સમય પણ આવે છે. એવા કોઈ વ્યક્તિ નથી હોતા જેમનું જીવન એક સામાન પસાર થાય. દરેક લોકોના જીવનમાં સુખ દુખ આવ્યા કરે છે અને એ બધું ગ્રહોની ચાલ પર આધારિત હોય છે.

અને ગ્રહોની દશાથી બચવા માટે કેટલાક ઉપાયો પણ જ્યોતિષમાં જાણવામાં આવેલ છે. ગ્રહોનાં બીજ મંત્ર ખૂબજ શક્તિમાન હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, કોઇપણ મંત્રની શક્તિ તેનાં બીજ મંત્રમાં સમાયેલી હોય છે. આ મંત્રોથી અશુભ ગ્રહો પણ શુભ થઇ જાય છે. ગ્રહોની શાંતિ માટે આ બીજ મંત્ર કારગાર સાબિત થાય છે. ગ્રહનાં બીજ મંત્રથી જીવનમાં આવનારી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જાય છે. તો ચાલો જાણીએ દરેક ગ્રહોના બીજ મંત્ર વિશે. જે નીચે મુજબ દર્શાવેલ છે.

૧. બુધ મંત્ર : ॐ ब्रां ब्रीं ब्रौं सः बुधाय नमः

ક્યારે કરવો- આખા દિવસમાં ગમે તે સમયે આપ આ મંત્રનો 108 વખત જાપ કરી શકો છો.

૨. શુક્ર મંત્ર : ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः।

ક્યારે કરવો- સૂર્યોદય સમયે આ મંત્રનો 108 વખત જાપ કરવો.

૩. રાહુ મંત્ર : ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः।

ક્યારે કરવો- મંત્રનો દરરોજ રાત્રે 108 વખત જાપ કરવો.

૪. સૂર્ય મંત્ર : ॐ ह्रां ह्रीं ह्रौं सः सूर्याय नमः।

ક્યારે કરવો- દરરોજ સવારે સૂર્યોદય સમયે 108 વખત આ મંત્રનો જાપ કરવો.

૫. મંગળ મંત્ર : ॐ क्रां क्रीं क्रौं सः भौमाय नमः।

ક્યારે કરવો-દરરોજ સવારે 108 વખત આ મંત્રનો જાપ કરવો.

૬. કેતુ મંત્ર : ॐ स्रां स्रीं स्रौं सः केतवे नमः।

ક્યારે કરવો- મંત્રને રાત્રીનાં સમયે 108 વખત જાપ કરવો.

૭. ચંદ્ર મંત્ર : ॐ श्रां श्रीं श्रौं सः चंद्रमसे नमः।

ક્યારે કરવો- સંધ્યા કાળ સમયે 108 વખત આ મંત્રનો જાપ કરવો.

૮. શનિ મંત્ર : ॐ प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।

ક્યારે કરવો- સંધ્યાકાળ સમયે 108 વખત જાપ કરવો.

૯. ગુરૂ મંત્ર : ॐ ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः।

ક્યારે કરવો- દરરોજ સંધ્યાકાળે 108 વખત આ મંત્રનો જાપ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *