ચમત્કારી છે હનુમાન ચાલીસા નિયમિત પાઠ કરવાથી થાય છે અ રહસ્યમય ફાયદા..

ઉપયોગી ટીપ્સ

લોકડાઉનને કારણે લોકોના મનમાં હાલના સમયમાં શંકાઓ, ડર, નિરાશાઓ, અનિશ્ચિતતા,ગુસ્સો અને ઘણી માનસિક સમસ્યાઓ છે. તબીબીવિજ્ઞાન કહે છે કે ભય અને ગુસ્સો આપણી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. રોગપ્રતિકારક શક્તિ બગડતાં જ કોઈ પણ રોગ ઝડપથી થાય છે. આવી સ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે.

Sunderkand, Hanuman Chalisa - Paath and audio – Apps on Google Play

આધ્યાત્મિક બળ: એવું કહેવામાં આવે છે કે આધ્યાત્મિક બળ આધ્યાત્મિક શક્તિ આપે છે અને ફક્ત આધ્યાત્મિક શક્તિ દ્વારા જ આપણે શારીરિક શક્તિ મેળવી શકીએ છીએ અને તેનાથી જ દરેક પ્રકારના રોગ સામે લડી શકીએ છીએ અને તેના પર કાબૂ મેળવી શકીએ છીએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને આધ્યાત્મિક શક્તિ મળે છે.હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવામાં આવે છે, તેથી હનુમાન ચાલીસાના દરરોજ પાઠ કરવાથી તમારી યાદશક્તિ અને બુદ્ધી પણ વધે છે. તે જ રીતે તેનાથી આધ્યાત્મિક શક્તિ પણ મળે છે.

Hanuman Chalisa Paath | Shaligram Shala

મનોબળમાં વધારો કરે છે:સતત હનુમાન ચાલીસાના વાંચન દ્વારા પવિત્રતાની ભાવના વિકસિત થાય છે, આપણું મનોબળ વધે છે. જો મનોબળ વધારે હશે તો તમે દરેક સમસ્યા સામે લડી શકો છો. કારણ વગરનો ભય અને તણાવ મટી જાય છે: હનુમાન ચાલીસાની એક લાઇન છે – भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। या सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना આ ચોપાઈ મનમાં કારણ વગર રહેલો ભય દૂર કરે છે. ડર અને તાણથી મુક્તિ માટે હનુમાન ચાલીસાના પાઠ ખૂબ જ અસરકારક છે.

Hanuman Chalisa Path in Hindi: Learn 5 Rules Of Reading Hanuman Chalisa In  Hindi

દરેક પ્રકારનો રોગ મટાડે છે: હનુમાન ચાલીસાની એક લાઈન છે – नासै रोग हरे सब पीरा, जपत निरन्तर हनुमत बीरा। या बल बुधि बिद्या देहु मोहिं, हरहु कलेस बिकार જો તમને કોઈ પણ પ્રકારનો રોગ છે, તો તમે માત્ર ભક્તિભાવથી હનુમાનજીનો જાપ કરવાથી. હનુમાનજી તમારી પીડા ઓછી કરશે.આનો અર્થ એ કે તમારે દવા સાથે પ્રાર્થના કરવી જોઈએ. હનુમાનજીની કૃપાથી તમે શરીરની તમામ વેદનાથી મુક્તિ મેળવી શકો છો. નકારાત્મક પ્રભાવો થાય છે દૂર:હનુમાન ચાલીસાના સતત વાંચનથી આપણા ઘર, મન અને શરીરમાંથી નકારાત્મક ઉર્જા નીકળી જાય છે. સ્વસ્થ અને હળવા રહેવા માટે વ્યક્તિને જીવનમાં સકારાત્મક ઉર્જાની જરૂર હોય છે. સકારાત્મક ઉર્જા વ્યક્તિને લાંબુ જીવન જીવવામાં મદદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *