ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ આ વસ્તુઓ, જે ફેલાવે છે નકારાત્મક ઉર્જા

જાણવા જેવું

દૈનિક જીવનમાં ભગવાનની પૂજાનું ખાસ મહત્વ હોય છે. તેથી જ દરેક ઘરમાં સવારે અને સાંજે પૂજા-પાઠ કરવામાં આવે છે. આ પૂજામાં અનેક પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવાં આવે છે. તેમાંથી કેટલીક વસ્તુ એવી હોય છે જેનો પૂજામાં વારંવાર કરી શકાય છે. જેમકે કંકુ, ચોખા, અબીલ, ગુલાલ વગેરે. આ વસ્તુઓ સિવાય અન્ય કેટલીક સામગ્રી એવી હોય છે જેનો ઉપયોગ માત્ર એકવાર કરી શકાય છે.

પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જ્યારે વધે છે તો તેને તુલસીજીમાં પધરાવી દેવામાં આવે છે અથવા તો પાણીમાં વહાવવામાં આવે છે. કારણ કે આ વસ્તુઓને જ્યાં-ત્યાં કે કચરામાં ફેંકી શકાતી નથી. આવી વસ્તુઓને કચરાંમાં ફેંકવાથી અપશુકન થાય છે. તો આજે જાણી લો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જ્યારે ખંડિત થાય તો તેને ઘરમાંથી નિકાલ કેવી રીતે કરવો.

ખંડિત મૂર્તિ : ખંડિત મૂર્તિ પણ ઘરમાં રાખવી હિતાવહ નથી. ખંડિત મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરની શાંતિ પણ ખંડિત થાય છે. તેમજ ઘરમાં નેગેટિવ શક્તિ પણ આવે છે, તેથી ખંડિત થયેલી મૂર્તિને ઘરમાં રાખવા કરતાં કોઇ પિપળના ઝાડ નીચે મૂકી દેવી કે પાણીમાં પધરાવવી જોઇએ.

ખંડિત કોડિયા : આપણે દિવાળીમાં દીવાઓ મૂકવા માટે હંમેશા માટીના કોડિયા લાવીએ છીએ, વળી ઘણા લોકો પૂજામાં પણ માટીના કોડિયાનો જ ઉપયોગ કરતા હોય છે. હવે આ માટીના કોડિયા થોડા તુટેલા હોય કે તેની અંદર તિરાડ પડી હોય તો આ પ્રકારના ખંડિત કોડિયાને ઘરમાં ન રાખવા જોઇએ. ખંડિત કોડિયા ઘરમાં રાખવામાં આવે ત્યારે પણ નકારાત્મક ઊર્જા વધે છે અને આર્થિક ક્ષતિ પણ થાય છે.

પૂજામાં વપરાયેલા ફૂલ કે તેનો હાર : કોઇપણ પૂજા કરતાં પહેલાં આપણે ફૂલોના હાર તેમજ ફૂલો પૂજામાં વાપરવા માટે જે તે સમયે મંગાવતા હોઇએ છીએ. હવે પૂજા પત્યા બાદ આ ફૂલ મોટેભાગે સાવ સુકાઇ ન જાય કે કરમાઇ ન જાય ત્યાં સુધી તેને ભગવાન ઉપર ચડાવેલા રહેવા દેવાય છે. આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે. જેમ આપણને માથામાં નાખેલું સુકાયેલું ફૂલ રાખવું નથી ગમતું તેમ જ ભગવાનને પણ સુકાયેલા ફૂલો ચડાવી ન રાખવા જોઇએ. સુકાયેલું ફૂલ કે સુકાયેલો હાર ઘરમાં રાખવો ખૂબ અશુભ માનવામાં આવે છે, અને આ કારણે ઘરમાં નેગેટિવિટી ફેલાય છે. આથી યોગ્ય સમયે તેનો નિકાલ અવશ્ય કરવો જોઇએ.

સુકાયેલો તુલસીનો છોડ : દરેક પૂજામાં તુલસીનું ખાસ મહત્વ છે. પૂજા સમયે પ્રભુના પ્રસાદમાં તુલસીનું એક પાન અવશ્ય મૂકવામાં આવે છે, વળી ઘરમાં પણ લોકો તુલસીનો છોડ ઉગાડે છે. વાસ્તુ મુજબ ઘરઅંગણે તુલસીનો છોડ હોવો જ જોઇએ. તમારા ઘરને સમૃદ્ધ બનાવવું હોય તો તુલસીનાં છોડને અવશ્ય તમારા ઘરમાં વાવેલો રાખો, પરંતુ આ છોડ જો કોઇ કારણોસર સુકાઇ ગયો હોય તો તેને ફરીથી ઉગશે તે આશાએ ન રાખવો જોઇએ. સુકાયેલા છોડને તળાવ કે નદીમાં પધરાવી દેવો વધારે યોગ્ય ગણાશે. સુકાયેલા તુલસીનાં છોડને ઘરમાં રાખવું અશુભ ગણાય છે. આ કારણે ઘરમાં દરિદ્રતા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *