જાણો દુર્ભાગ્યને દૂર કરવાના કેટલાક આસાન ઉપાયો

જાણવા જેવું

જ્યારે ભાગ્યના દરવાજા બંધ જણાય અને દરેક કાર્યમાં સમસ્યાઓ આવે તો તેને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાય અમલમાં મુકી શકાય છે. જીવનમાં જ્યારે ભાગ્ય સાથ ન આપે ત્યારે વ્યક્તિ કોઈપણ કામ કરે તેને સફળતા પ્રાપ્ત થતી નથી. આ ઉપાય માટે જરૂર હોય છે માત્ર કાળા તલની. જાણો કેટલાક આસન ઉપાય.

૧. ખરાબ સમયથી મુક્તિ માટે કરો આ ઉપાય : દર શનિવારે દૂધમાં કાળા તલ મિક્સ કરી, ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’નો જપ કરતાં-કરતાં પીપળાને ચઢાવવું. એનાથી ગમે તેવો ખરાબ સમય ચાલી રહ્યો હોય તે દૂર થવાનું શરૂ થશે.

૨. ધનહાનિ રોકવા માટે કરો આ ઉપાય : મુઠ્ઠીભર કાળા તલને પરિવારના બધા સભ્યોના માથા પર સાત વાર ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દો, ધનહાનિ થવાનું બંધ થશે.૩. કાર્યમાં સફળતા માટે કરો આ ઉપાય : તમારા હાથમાં એક મુઠ્ઠી તલ લઈને ઘરેથી નીકળો. માર્ગમાં જ્યાં પણ કૂતરો દેખાય ત્યારે મુઠ્ઠીમાંના તલ કૂતરા સામે નાખીને આગળ નિકળી જાઓ. જો એ કૂતરો કાળા તલ ખાતો દેખાય તો સમજી લો કે કેવું પણ કઠિન કાર્ય કેમ ન હોય, એમાં સફળતા મળશે.

૪. ધનની સમસ્યા દૂર કરવા માટે કરો આ ઉપાય : દર શનિવારે કાળા તલ તથા કાળા અડદને કાળા કપડાંમાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરો. આ ઉપાયથી પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થઈ શકે છે.

૫. રોગ દૂર કરવા કરો આ ઉપાય : દરરોજ એક કળશમાં શુદ્ધ પાણી ભરી અને એમાં કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જપ કરતા ચઢાવો. પાણીની પાતળી ધાર ચડાવવી અને મંત્રનો જાપ કરતાં રહેવું. જળ ચડાવ્યા પછી ફૂલ અને બીલીપત્ર ચઢાવો તેનાથી શનિના દોષ તો શાંત થશે.

૬. રાહુ, કેતુ અને શનિથી મુક્તિ માટે કરો આ ઉપાય : કુંડળીમાં શનિના દોષ હોય કે શનિની સાડાસાતી ચાલી રહી હોય તો દરેક શનિવારે વહેતા જળની નદીમાં કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાયથી શનિ દોષની શાંતિ થાય છે. તમે કાળા તલ દાન પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *