ભારતમાં આવેલ એક એવું મંદિર જેના પાયા છે જમીન થી ઉપર, જાણો આ મંદિરનો ચમત્કાર

આધ્યાત્મિક

આ મંદિરના હવામાં જુલતા પથ્થર નીચેથી કપડું પસાર કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ

ભારત અનેકતા માં એકતા ધરાવતો દેશ છે અને ભારતીયો ધર્મમાં ખુબ જ શ્રધ્ધા ધરાવે છે. લોકોની શ્રધ્ધાને કારને ભારતમાં એવા અનેક મંદિરો છે જે પોતાના ચમત્કારી અને કહાનીઓ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આંધ્ર પ્રદેશના અનંતપુરમાં એક એવું જ મંદિર છે, જે પોતાના ઔતિહાસિક અને ચમત્કારિક મહત્વ માટે પ્રસિદ્ધ છે. અહીંની સૌથી ખાસ વાત એ છે કે આ મંદિરના સ્તંભ કોઈપણ ટેકા વગર હવામાં લટકે છે. તે સિવાયઆ મંદિરનો સંબંધ રામાયણ કાળ સાથે પણ જોડાયેલો છે.

Amazing Effect Of Nature This Temple Pillar Hanging In Air - कुदरत की करामात, हवा में झूलता है इस मंदिर का खंभा | Patrika News

શું તમે ક્યારેય અંદાજો લગાવી શકો છો કે કોઈપણ સ્તંભ કોઈપણ સહારા વગર હવામાં લટકાવી શકે? કોઈપણ વ્યક્તિ આવી કલ્પના પણ કરી શકતું નથી. પરંતુ આ હકીકત છે. જે તમને રહસ્યમય લેપાક્ષી મંદિરના સ્તંભ મા જોવા મળે છે. આંધ્રપ્રદેશનાં અનંતપુર જીલ્લાની અંદર આવેલા આ લેપાક્ષી મંદિરની અંદર આ મંદિરના સતમ્ભ કોઈપણ સહારા વગર ઉભા રહેલા છે. આથી જ આ મંદિરને હેંગિંગ ટેમ્પલ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ મંદિરની અંદર કુલ મળીને ૭૦ જેટલા સ્તંભ છે. પરંતુ આ બધા જ સ્તંભો માંથી એક સ્તંભ એવો છે કે જે હવા ની અંદર લટકેલો છે.

hanging pillar temple in andhra pradesh

16 મી સદીમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. આ ચમત્કારી મંદિર છે અને તે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના લેપાક્ષી ગામમાં આવેલું છે, અને તે બેંગ્લોરથી લગભગ 100 કિલો મીટર જેટલું દૂર આવેલું છે. આ મંદિરને લેપાક્ષી મંદિર અથવા વીરભદ્ર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરની મુખ્ય વાત એ છે કે આ મંદિરના સ્તંભો કોઈપણ ટેકા વિના હવામાં લટકી રહ્યાં છે. અહીંની એક લોકપ્રિય માન્યતા છે કે અહીં થાંભલાઓ નીચેથી સાડી અથવા કાપડને પસાર કરવાની મનોકામના પૂર્ણ થાય છે.

Lepakshi Temple Mystery Of The Hanging Pillars Of Veerabhadra Temple Andhra Pradesh - भारत का वो अनोखा मंदिर, जहां हवा में लटका है खंभा, आज तक कोई नहीं समझ पाया रहस्य -

શું છે લેપાક્ષી નામ પાછળનું રહસ્ય : મંદિરનું નામ લેપાક્ષી હોવા પાછળ એક ઇતિહાસ જોડાયેલો છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રીરામ અને માતા સીતા અહીં આવ્યાં હતા. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને લંકા જઈ રહ્યાં હતા ત્યારે જટાયૂ( એક પક્ષી)એ તેની સાથે યુદ્ધ કર્યું. જેમાં ઘાયલ થયેલો જટાયૂ બરાબર આ જ સ્થળે ઘાયલ થઈને પડ્યો. એ પછી જ્યારે ભગવાન માતાની શોધમાં નીકળ્યાં ત્યારે તેઓ ‘લે પાક્ષી’ બોલીને જટાયૂને ગળે મળ્યાં હતા. ‘લે પાક્ષી’ એક ઉર્દુ શબ્દ છે જેનો અર્થ થાય છે, ‘ઉઠો પક્ષી’.

hanging pillar temple in andhra pradesh

નંદીની સૌથી મોટી પ્રતિમા છે આ મંદિરમાં : નંદીની વિશાળ મૂર્તિ મંદિરના પ્રવેશદ્વાર પર આવેલી છે. તેને એક જ પથ્થરમાંથી બનાવેલ દેશની સૌથી મોટી મૂર્તિઓમાંની એક માનવામાં આવે છે. મંદિરની દિવાલો પર દેવતાઓ તેમજ મહાભારત, અને રામાયણની વાર્તાઓ મૂર્તિસ્વરૂપે કોતરેલી છે. લેપાક્ષી મંદિરમાં ઘણી ખાસ વાતો છે : આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું છે. આ મંદિર ભગવાન શિવ, વિષ્ણુ અને વીરભદ્ર માટે બનાવાયું છે. અહીં આ ત્રણેય દેવતાઓના અલગ અલગ મંદિર આવેલા છે.

wonder-of-hanging-lepakshi-temple-hindi - Hindi Nativeplanet

એ જ રીતે મંદિરના પરિસરમાં નાગલિંગની ભવ્ય મૂર્તિ છે, જે માત્ર એક જ પથ્થરથી બનેલી છે. આ મૂર્તિને ભારતની સૌથી મોટી મૂર્તિ હોવાનું માનવામાં આવે છે. કાળા ગ્રેનાઈટ પથ્થરથી બનેલી આ મૂર્તિમાં શિવલિંગની ઉપર સાતે ફેણવાળો નાગ બેઠો છે. બીજી તરફ મંદિરમાં રામ પદમ છે, જો કે કેટલાક લોકોનું માનવું છે કે આ પદ ચિહન સીતાજીના પગના છે. મંદિરના હેંગિગ પિલરની નીચેની લોકો કપડું પસાર કરે છે. આનાથી ભાગ્ય ખુલે એવી માન્યતા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *