એક જ રાશિ ધરાવતા જાતકોએ આપસમાં લગ્ન કરવા જોઈએ કે નહિ? જાણો અહી…

જ્યોતિષ

12 રાશિઓ માંથી કેટલીક રાશિ વચ્ચે મનમેળ રહેતો નથી. લગ્ન માટે આપણે ત્યાં પહેલા જ કુંડળીઓનો મેળાપ કરાવવામાં આવે છે. લગ્ન પહેલાં લોકો વર-કન્યાની કુંડળી, રાશિમેળ તપાસે છે. બંનેની રાશિ વચ્ચે મિત્રતા છે કે નહીં તે સૌથી પહેલાં જોવામાં આવે છે. કેટલીક રાશિ સાથે કેટલીક રાશિનું લેણું નીકળતું હોય છે. આથી રાશિ અનુસાર લગ્ન કરવામાં આવે તો વાંધો આવતો નથી જો કે કેટલાક દંપતિ એવા પણ હોય છે જેમની રાશિ એક જ હોય છે. આવા દંપતિનું જીવન કેવું હોય છે તે જાણી લો આજે તમે પણ.

Image result for lagn

મેષ રાશિ : જો વર કન્યા બંનેની રાશિ મેષ હોય તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ જોડી ઉકળતા જ્વાળામુખી જેવી છે જે ક્યારેય પણ ફાટી શકે છે. મેષ રાશિના જાતકો ક્રોધી અને ઘમંડી હોય છે અને પોતાની વાત પર અડી જાય છે. પતિ-પત્ની બંને આ રાશિના હોય તો નાની તકરાર પણ મોટુ સ્વરૂપ ધારણ કરી લે છે અને લગ્ન લાંબો સમય ટકતા નથી.

વૃષભ રાશિ : વૃષભ રાશિના જાતકોના પગ જમીનને અડેલા હોય છે. તેઓ પોતાના કામ પ્રત્યે જવાબદાર અને કર્તવ્યનિષ્ઠ હોય છે. આથી જો બંને વ્યક્તિ વૃષભ રાશિની હોય તો તે પરફેક્ટ જોડી કહેવાય છે.

Image result for lagn

મિથુન રાશિ : મિથુન રાશિના લોકો બેવડા ધોરણ વાળા હોય છે. સ્વભાવનો કોઈ ગુણ કે અવગુણ એવો નથી જે આ રાશિના જાતકોમાં ન હોય. ક્યારેક તેઓ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે તો ક્યારેક એકદમ શાંત. જ્યારે બંને એકજેવુ વિચારતા હોય ત્યારે બધુ ઠીકઠાક ચાલે છે પરંતુ મતભેદ થાય તો તરત જ ખટપટ ચાલુ થઈ જાય છે. આથી જો આવા બે વ્યક્તિ ભેગા મળે તો સંઘ કાશીએ પહોંચશે કેમ તે નક્કી કરવું અઘરું બની જાય છે.

કર્ક રાશિ : કર્ક રાશિવાળા ઘણા ઇમોશનલ હોય છે. એ લોકો જેને પણ પ્રેમ કરે છે તેના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ થઈ જાય છે, પાર્ટનરનું પૂરતું ધ્યાન રાખે છે, તેના માટે પૂરતો સમય ફાળવે છે. પરંતુ કેટલીક વાર આ જ વાત મુશ્કેલીનું કારણ બની જાય છે. આથી આ રાશિની બે વ્યક્તિએ લગ્ન કરવા હિતાવહ નથી.

Image result for lagn

સિંહ રાશિ : ભૂલથી પણ આ રાશિના બે લોકોએ લગ્ન ન કરવા જોઈએ. બંનેનો ભરપૂર ક્રોધ, અહંકાર અને સ્વાર્થી સ્વભાવ સંબંધોને ખરાબ કરી નાંખે છે. આ રાશિની જોડીને તમે ટાઈમ બોમ્બ કહો તો પણ ચાલે, તે ક્યારેય પણ વિસ્ફોટ થઈ શકે છે.

કન્યા રાશિ : આ જોડી મેડ ફોર ઇચ અધર હોય છે. કન્યા રાશિની વ્યક્તિ આ જ રાશિની વ્યક્તિ સાથે પ્રેમમાં પડે તે આદર્શ ગણાય છે. પ્રેમથી લઈ દરેક બાબતમાં આ જોડી પરફેક્ટ હોય છે.

તુલા રાશિ : કન્યા રાશિની જેમ તુલા રાશિના જાતકોની જોડી પણ સફળ ગણાય છે અને તે સમાજ સમક્ષ આદર્શ જોડીનું ઉદાહરણ પૂરુ પાડી શકે છે, પણ એક શરતે. જો બંને વ્યક્તિ એકબીજાના અવગુણોને અપનાવી લે તો ભવિષ્યમાં કોઈ મુશ્કેલી નહિ નડે. આ રાશિના લોકો સમજદાર હોય છે અને ઉતાવળે નિર્ણય લેવાનુ ટાળે છે. આ વાત સંબંધોમાં પણ લાગુ પડે છે.

Image result for lagn

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોને એક બીજા પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોય છે. જ્યાં સુધી બંને વફાદાર રહે ત્યાં સુધી આ જોડી ખૂબ જ સફળ ગણાય છે. પરંતુ દગો આપવામાં વૃશ્ચિક રાશિના જાતકો અવ્વલ હોય છે અને તે સ્વાર્થ માટે કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત તેમનો સ્વભાવ ઇર્ષાળ હોય છે. જો આ અવગુણોને દૂર કરે તો આ આદર્શ જોડી બની શકે છે.

ધન રાશિ : સંબંધોમાં ખોટ કેવી રીતે પૂરવી તે ધન રાશિના જાતકો પાસેથી શીખવા જેવુ છે. આ રાશિના બે લોકોની જોડી ખુશમિજાજી હોય છે પરંતુ જ્યારે વચનો પાળવાની વાત આવે તો કેટલાંક લોકો ફસકી જાય છે. માત્ર આ એક કારણને લીધે આ જોડી નબળી પડી શકે છે.

મકર રાશિ : મકર રાશિના જાતકોમાં જતુ કરવાની ભાવના ઘણી વધારે હોય છે. આ ગુણ તેમના સંબંધોને મજબૂત બનાવે છે. તેઓ પાર્ટનરની ખુશીનો ખાસ ખ્યાલ રાખે છે. બંને વ્યક્તિ મકર રાશિની હોય તો સ્વાભાવિક છે કે સંબંધ ખુશહાલ જ હોય. પણ પોતાની ઇચ્છા પૂરી કરવાની વાત આવે ત્યારે તેમની વચ્ચે થોડી ખટપટ થઈ શકે છે.

Image result for shadi fere

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકો ઘણા મૂડી હોય છે. તે ક્યારે કયા મૂડમાં છે તે કળવુ અઘરુ પડે છે. આ જ કારણ છે કે આ જોડી સારા સંબંધ જાળવી નથી શકતી. આ બંને રાશિનો મૂડ સારો હશે તો સંબંધ ટકશે નહિ તો મુશ્કેલી પડી શકે છે.

મીન રાશિ : મીન રાશિના જાતકો સપનાની દુનિયામાં જ રાચતા હોય છે. તે જીવનના દરેક પાસામાં પોતાની કલ્પના શક્તિથી રંગો પૂરતા હોય છે. આથી આવી બે વ્યક્તિ મળે તો જોડી જામી જાય છે. મીન રાશિના જાતકો પોતાની જાતને અને આસપાસના લોકોને પ્રેમ કરે છે. તેમની આ જ ખાસિયત તેમના સંબંધો મજબૂત બનાવે છે પછી તેમનો પાર્ટનર કોઈ પણ રાશિનો કેમ ન હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *